બાળપણ કેવુ મજાનુ હોય છે નય...
રમવુ ફરવું કોઇ પણ જાત ના ટેન્શન વગર બિંદાસ રહેવુ...
યાર આજે પણ બાળપણ ઘણું યાદ આવે છે...
જેમ્સ ની ટીકડીઓ મોઢામાં નાખી વારંવાર બહાર કાઢી ચેક કરવું કલર બદલાયો કે નહી...
હાં...તમે પણ કદાચ આવુ કર્યું જ હશે...
ના કર્યું હોય તો ખબર નહી...
લાકડાંની ચમચી પર મળતી એ આંબલી... કાંઇક અલગ જ ટેસ્ટ હતો યાર એનો...
મને યાદ છે એક વાત જ્યારે હુ બવ જ નાનો હતો...
મારા ઘરમા એક લીંબડો અને ત્યાં બાંધેલો સાયકલ ના ટાયર નો હીંચકો તેમા હિંચકા ખાવા, લટકાવુ,પડવું અને પડીને પાછુ હસી ને ઊભા થવુ...
મસ્ત મજાનુ હતુ યાર એ બાળપણ...
લીંબડા પરથી એક વાત યાદ આવે છે...
જ્યારે હુ બવ નાનો હતો...
કસી ખબર પડતી નય.એક વખત એ લીંબડા ની ડાળી ટુટી ગયેલી...
મે એમાંથી નાના-નાના ટુકડા કરી ને જમીનમાં ખુચાડેલા...
અચાનક ત્યાં મારા દાદા આવ્યા એમણે એક આશ્ચર્ય ભર્યા અવાજે પુછ્યું અરે આ શુ કર્યું...???
મે મારા નિર્દોષ શબ્દો મા ક્હયું લીંબડો વાવુ છું...
મને આજેય યાદ છે મારા દાદા નુ એ હસવું અને કહેવું બેટા લીંબડો લીંબોળી થી ઉગે ડાળી થી નહીં...
હું વીચાર તો કે આવુ કેમ...???
પણ મને એનો કાંઇ જવાબ જ ના મળ્યો...
પછી મે બીજા દીવસે લીંબોળીયો વાવી...
દીવસો એક પછી એક પ્રસાર થતાં ગ્યાં. ..
અને અંદાજે પાંચેક દીવશે એ લીંબોળી મા કુંપળો ફુટી મે એક હાસ્ય ની સાથે મે માની લીધું...
કે હાં... લીંબડો હંમેશા લીંબોળી માંથી જ ઉગે...
અને હુ તેને રોજે પાણી પીવડાવતો ...
અને એક પછી એક દીવસ પેલા લીંબડા ને પણ રોજે જોતો જેની મે ડાળખી ખુચાડેલી...
અને ઘણા બધા સપના હતા મનમાં કે અહીંયા પણ હીંચકાઓ બંધીશ...
પણ મને ક્યાં ખબર હતી કે આ લીંબડો મોટો થશે ત્યાં મારુ બાળપણ જતું રહેશે...
પણ હા અંદાજે દોઢેક મહીના થ્યા હશે અને હું સાવારે સુતેલો અને મને દાદા એ જગાડ્યો. ..
આજે પણ એમના ચહેરા પર એક અદભુત હાસ્ય હતું. ..
મને જગાડયા ની સાથે કીધું જો તારો લીંબડો ઉગ્યો...
હું એક અલગ જ હાસ્ય સાથે દોડ્યો અને જોયુ...
યાર... સાચ્ચે જ તેમા ત્રાંબા ના પાંદડા હોય એવા ચળકાટ વાળા પાંદડાઓ હતા...
અને એ જોઇને મારા ચહેરા પર એક અલગ જ સ્માઇલ હતી...
દીવસે ને દીવસે એ લીંબડો બવ મોટો થતો જતો...
આજે દાદા એ મને દસ રુપિયા આપેલા ત્યારે તો એની બવ કીંમત હતીં યાર...
પણ મને એ વાત આજે પણ સમજાઇ નહીં કે એ દસ રુપિયા કય વાતના આપેલાં...
લીંબોળી માથી ઉગેલા લીંબડા માટે...
ડાળી માથી ઉગેલા લીંબડા માટે ...
કે પછી હું આવું જ કાંઇક કરું એના માટે...
પણ હાં...
એ આજે ઘણા વર્ષો પછી લીંબડો મે જોયો પોતાની હાઇટ લીંબોળી માથી ઉગેલા લીંબડા ને પણ વટાવી ગ્યો હતો...
અને હાં... જેમાંથી ડાળી ટુટી હતે તેને પણ વટાવી ગ્યો તો...
આજે વીસ વર્ષે મને એક વાત મને સમજાઇ...
આપણા માથી ટુટેલો ક્યારેક આપણને પણ વટી જાય છે...
બસ એને યોગ્ય વ્યક્તિ મળી જાય...
✒
Write by
J.d.sarkar
Instagram my feelings :https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63
Instagram j.d.sarkar :https://www.instagram.com/j.d.sarkar/?hl=en
Comments
Post a Comment