સમય અને મુશ્કેલીઓ ઘણી બધી જીંદગી ઓને વેરવિખેર કરી નાખે છે...
પ્રોબ્લેમસ અને ડીપ્રેશન ઘણા બધાં ડીસીઝન લેવા મજબુર કરી નાખે છે...
જીંદગી એવી ગુંચવાણી હતી કે એમા ઘણી બધી ગાંઠો પડી ગય હતી જે કોઇ પણ સંજોગોમાં છુટે એમ નહોતી છતાં આજે મે મારા ખભા પરથી દુપટ્ટો ઉતારીને નવી ગાંઠો વાળી હતી...
હા જીંદગી હવે અજીબ લાગતી...
પણ એક વીચાર આવ્યો કે હુ જતાં જતાં સ્યુસાઇડ નોટ લખુ...
મારા ધ્રુજતા હાથે મે પ્રીન્ટર માંથી પેઇઝ કાઢ્યું. ..
અને પેન લીધી અને ઉપર હેડીંગ માર્યું. ..
સ્યુસાઇડ નોટ...
અને લખવાની શરુઆત કરી
જોકે હતા તો અમારા લવ મેરેજ પણ કહેવાય ને મીસ અન્ડરસ્ટેનડીંગ ઘણું બધું દુર કરી નાખે છે...
મને અચાનક વીચાર આવ્યો...
લાય એને જોય લવ એકવાર. ..
હા મારી ડોટર ...
9 વર્ષ ની હતી...
હુ એને ડીસ્ટર્બ કરવા નહોતી માંગતી...
એટલે હળવેકથી રૂમનો દરવાજો ખોલ્યો. ..
એ ચેર પર બેઠી બેઠી ટેબલ પર રાખેલી બુકમાં કાંઇક લખતી...
મે હળવેકથી નજીક જઇને પુછ્યું...
બેટા એલા કેમ હજું જાગે છે...
સુઇ જા હવે...
કાલે વહેલા સ્કૂલે જવા નુ છે...
તો એના ચહેરા પર એક સ્મિત હતું...
આંખોમાં ઘણા સપનાંઓ જે એને ખુલ્લી આંખે જોયેલા...
હાં કદાચ એ સુવા નહોતી માંગતી કારણકે ખુલ્લી આખે જોયેલા સપનાં ક્યારેય સુવા નથી દેતાં...
આજે પેરેન્ટ્સ ડે હતોને એટલે અમને નિબંધ લખવાનું કીધું છે...
એટલે લખતી મમા...
અને કહ્યું મને કાલે મેગી બનાવી દયશ ને મમા...
મે એના માથાં પર હાથ ફેરવતા એ ટેબલ પર મુકેલી નાનકડી નોટબુક હાથમાં લીધી...
હા જુલાઇ મહીનાનો છેલ્લો રવિવાર એટલે પેરેન્ટ્સ ડે...
અને વાંચવાની શરૂઆત કરી ...
ગડબડીયા અક્ષરે ટુટેલા ફુટેલા વ્યાકરણ મા એને લખેલું. ..
જોકે કાનામાતર ની ભુલો હતી એ મારી હતી એની નય...
હું એલા...
વર્ગ 3-અ
રોલ નં 1
જોકે મારા માટે તો રોજે પેરેન્ટ્સ ડે જ હોય છે ...
રોજ્જે પપ્પા ઓફિસ થી ઘરે આવે છે ...
અને હું એમની રાહ જોવું છુ...
એ રોજ્જે મારા માટે ચોકલેટ લાવે છે...
મારા મમ્મી રોજ મને તૈયાર કરી ને નાસ્તો પેક કરી અને સ્કૂલ મોકલે છે...
રોજ હોમવર્ક કરાવે છે...અને કાર્ટુન પણ જોવા દે છે ... ક્યારેય ખીજાતા નથી...
મમ્મી મને ખુબજ વહાલ કરે છે...
અને હાં
હું. .. મમ્મી અને પપ્પા દર રવિવારે પાર્ક મા ફરવા જઇએ છીએ ક્યારેક પપ્પા હીંચકો નાખે છે તો ક્યારે મમ્મી મને ચકેડી મા બેસાડી ને ફેરવે છે...
પછી અમે બેસી ને આઇસ્ક્રીમ ખાઇએ છીયે...
અને પીકચર જોવા ટોકીઝ મા જઇએ છીએ...
અને રાત્રે બહાર જમીને ઘરે આવીએ છીએ...
પણ આજે પેરેન્ટ્સ ડે... હતો એટલે મમ્મી પપ્પા મને મોલ મા લય ગ્યાં હતાં. ..
જ્યાં મને ગમતી ડોલ(ઢીંગલી ) લય આપી...
અને પછી અમે લોકો મેળા મા ગ્યાં ત્યાં પણ ખુબ જ મજા કરી ...
અને સાંજે ઘરે અવ્યા હું સુઇ ગય...
અને હા મારુ વાંચવામાં ધ્યાન હતુ અને તે સાચ્ચે જ સુઇ ગય તી...
મારી આખો ક્યારે ટપકવા લાગી એનો ખ્યાલ જ ના રહ્યો. ..
બાળક ભગવાન નું રુપ હોય છે એ સાચ્ચુ છે...
પણ બાળક ક્યારેય ખોટું ના બોલે એ વાત પર મને હજુ પણ ડાઉટ હતો...
કેમકે એ લખેલા બધા શબ્દો ખોટા હતાં. ..
આવું અગાઉ પણ ક્યારેય ના બનેલુ અને આજે પણ નહીં. ..
મે તેના માથાં પર હાથ ફેરવતા જ એના કપાળ મા હળવેકથી એક ચુંબન કર્યું. ..
ઉંઘમાં પણ એનો ચહેરો હસ્તો હતો...
એને ક્યાં ખબર હતી કે સવારે હુ જાગીશ તો મમા નય હોય એ લટકતી હશે...
અને એ ચહેરા પર ની સ્માઇલ પણ નય હોય...
હા માઁ છુ એટલે એની એક ઇચ્છા પુરી કરવા માંગતી એટલે રસોડા મા જઇને મે મેગી નુ પેકેટ લીધું અને બનાવી. ..
પણ પછી થ્યું લાવ એક ચમચી ચાખી લવ તીખી તો નથી ને નયતર એ રોશે...
જેવી મે ચમચી મેગી મા નાખી ત્યારે વિચાર આવ્યો...
યાર... ગુચવણ તો બધે જ છે...
એમા અમુક ના ટુટવાથી સ્વાદ મા ફેર નથી પાડતો. ..
પણ હા અમુક વસ્તુ ના ખુટવા થી સ્વાદ સ્વાદ મા ઘણો ફેર પડે છે...
ખાલી પાણી મા બાફેલી મેગી જેવી જિંદગી હતી એલા ની...
એ આજે મને સમજાયું. ..
એલા ની જિંદગી મા મારા ન હોવાથી ફેર પડે છે... એને એકલાંરહેવા ની આદત નથી ને...
નિતિશના ન હોવાથી પણ ફેર પડે છે...
હા ટુટેલી દોરીઓ ક્યારેય પહેલાં જેવી નથી થતી પણ એમા ગાંઠ વાળી અને જો સામસામે ખેંચવા મા ના આવે તો એને કાંઇ નથી થતું. ..
અંદાજે રાતના 3:00 થયેલા અને મે વકીલ ને કોલ કર્યો ડીવોર્સ નોટીસ પાછી ખેંચવા. ..
હાં...
કેમકે બે વ્યક્તિ વચ્ચે કોઈક ત્રીજી નાનકડી જિંદગી હેરાન થતી જેને હજુ પુરી દુનિયા પણ નથી જોયેલી. ..
આવું ઘણીબધી જગ્યાએ બનતું હોય છે... બે વ્યક્તિ ના ડીસીઝન મા એ નાનકડું બાળક હેરાન થાય છે...
અને પછી મે નિતિશ ને કોલ કર્યો એને ઉઠાવતાં જ પુછ્યું હા બોલ કાંઇ પ્રોબ્લેમસ છે...
એલા તો ઠીક છેને...
મે કહ્યું હા એવરી થીંગ ઇઝ ઓકે...
આપણે કાલે મળીએ. ..
એટલું કહીને મો ફોન મુકી દીધો...
અને હું પાછી એલા ના રુમમાં ગઇ...
ત્યાં ટેબલ પર એક ડ્રોઇંગ પણ મુકેલુ કાલ માટે નુ...
ચહેરા તો નહોતા ઓળખાતાં પણ હાં...
એ... હું, નિતિશ અને એલા હતા...
અમે બંને એક એક હાથ પકડીને એને પગથિયાં ચડાવતા. ..
આ બધીજ મોમેન્ટો એને કાલે હું આપવા માંગતી...
હા એલા ને નહોતી ખબર કાલે એની મમા હવે લટકતી નય મળે અને એના માટે કાલે હોલી ડે હશે...
જુલાઇ મહિનાનો એ રવિવાર નય પણ સોમવાર એના માટે પેરેન્ટ્સ ડે હશે...
એની બુક માંથી એ પેઇઝ મે ફાડી નાખ્યું
અને કપાળ પર એક ચુંબન કરી એની બાજુ માજ સુઇગઇ એને હગ કરી ને...
જોકે મે ઘણું બધું લખ્યું પણ ટાઇટલ ના બદલી શકી...
✒
જે.ડી.સરકાર
J.d.sarkar-
https://www.instagram.com/j.d.sarkar/?hl=en
Instagram - https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63
Twitter - https://mobile.twitter.com/Myfeeli84421151
Facebook page - https://m.facebook.com/My-feelings-101198701605144/
You tube - https://www.youtube.com/channel/UCK_L-b3Ym54vPwZmbMIwFdw
Comments
Post a Comment