સ્વપ્ન ના સોદાગર ને રિશ્વત આપી ને આવ્યો છું,
તમે જ સપના માં આવો એ વાત કહી ને આવ્યો છું,
રાત્રી રૂપી વિષ પી ને તમને મળવાની તમન્ના લઈ ને આવ્યો છું
તમારા આવવાની આશા એ જ ભિક્ષુ બની ને આવ્યો છું,
આ ભવ માં નો મળ્યા તો કાંઈ નહિ હો...,
સાત - સાત જન્મ ની વાટ લઈ ને આવ્યો છું,
તમારી પહેલી નજર ભલે ના પડી હોઈ મુજ પર,
પણ તમને મળવાના મનસૂબા તો મોટા લઈ ને જ આવ્યો છું,
હું અને તું એક જ રાહ ના બે કિનારા,
પણ ભલે ને ના હોઈ એકલા જનારા,
દુનિયાના છેડે થી આભાસી બની ને બસ તને અને માત્ર તને જ.
મળવા ને તો હું આવ્યો છું,
પ્રણય ના રૂપરંગ ને તો મેં અને તેય પચાવ્યા,
પરંતુ, કસોટી ની એરણ પર તો હું જ ચઢી ને આવ્યો છું,
આ નથી કોઈ ગમ કે નથી કોઈ વ્યથા,
એ તો તારા પ્રેમ માં જ હું "રવિ" આજે "કવિ" બનીને આવ્યો છું.
✒
Write by
One and only
રવિ કળથીયા
Ravi kalthiya on instagarm -https://instagram.com/kalathiya5718?igshid=byetdsl3i5jz
My feelings on instagarm - https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63
Comments
Post a Comment