આમ તો અપાર ગમો ની બેડિયો થી
હું જકડાયો છું,
છતાં પણ મુખ ને મલકતું રાખી ને બેઠો છું,
નહિ મળે મને સાથે તારો આ જીવન માં
તે હું જાણું છું,
છતાં પણ એક મુલાકાત ની આશ લઈ ને બેઠો છું,
નથી જોવા મારે શરાફત ના છલ કરતા
એ જાલીમો ને,
એટલે જ તો હું દર્પણ ની ડેલી માં તાકી ને બેઠો છું,
કોને ખબર ક્યારે લૂંટાય જાય
વસંત ની આ મજા,
માટે જ ફૂલો ની થોડી ખુશ્બુ સંઘરી ને બેઠો છું,
મારા હ્યદય માં રહેલા પ્રેમ માટે
અજમાવી જોવો મને,
કારણ કે કબર માં પણ સજ્જ થઈને તારા માટે તો બેઠો છું,
મસ્ત ચાંદની નો કેટલો વળગાડ છે
આ જિંદગી ને,
અમાસ ની કાળી રાત્રે પણ તેને ચીતરવા જ તો હું બેઠો છું.
✒
Write by
One and only
રવિ કળથીયા
INSTAGRAM - https://instagram.com/kalathiya5718?igshid=byetdsl3i5jz
MY FEELINGS ON INSTAGARM - https://instagram.com/my___feelings_____?igshid=44swuma3kd63
Nice...
ReplyDeleteથેન્ક યુ...♥♥♥
Delete